લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં રહેતાં મહિલાની પુત્રી બે દિવસ પહેલાં રાત્રિના સમયે કોઇને કહ્યા વગર ચાલી જતાં પોલીસે શોધખોળ આરંભી હતી.
મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં રહેતા આયશાબેન હાસમભાઈ હિંગરોજા નામના પ્રૌઢાની પુત્રી મુસ્કાન હિંગરોજા (ઉ.વ.19) નામની યુવતી ગત તા.19 ના રોજ મધ્યરાત્રિના સમયે તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઈ હતી. ત્યારબાદ પ્રૌઢાએ આજુબાજુમાં તથા મિત્ર વર્તુળોમાં અને સગાવ્હાલાઓને ત્યાં તપાસ કરતા મુસ્કાનનો પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે પાંચ ફુટ ઉંચાઈ ધરાવતી કાનમાં ધાતુની બુટી અને નાકમાં સોનાનો દાણો પહેરેલી વાને ગોરી પાતળા બાંધાની જમણા હાથની કોણીની સાઈડમાં હાડકુ વધતુ હોવાથી ઉપસેલ જોવામાં આવે છે. પીળા કલરનો કૂર્તો અને મરૂન જેવા કલરની લેગીસ પહેરેલ યુવતી અંગે જાણ થાય તો લાલપુર પોલીસમાં જાણ કરવા હેકો એન.પી. વસરાની યાદીમાં જણાવાયું છે.