Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારમીઠાપુરમાં મકાન લખાવી અને વ્યાજ વસૂલ કરવા સબબ ફરિયાદ

મીઠાપુરમાં મકાન લખાવી અને વ્યાજ વસૂલ કરવા સબબ ફરિયાદ

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી નામના એક આસામીને ત્રણ ટકા વ્યાજના દરથી રૂ. 15 લાખ આપ્યા બાદ આ રકમની અવેજીમાં તેમના પત્નીનું મકાન તેમજ તેમના મિત્ર ગીરીશભાઈ ભીંડીનું મકાન પોતાના પુત્ર તેમજ પત્નીના નામે કરાવી આરંભડા ગામના રહીશ રસિકલાલ ગિરધરદાસ પાબારી દ્વારા રૂપિયા સવા બે લાખની વ્યાજની રકમ વસૂલી હોવા છતાં પણ વ્યાજ વસૂલ કરવા માટે બળજબરીપૂર્વક દબાણ કરી, આરોપી રસિકલાલ દ્વારા મકાન ખાલી કરાવી તેમજ મૂળ રકમ અને વ્યાજ વસૂલ કરવા માટે બળજબરી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં આઈપીસી કલમ 386, 506 (2) તેમજ નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular