લોકો મુંઝાયા… કઇ સીઝન ચાલી રહી છે ખબર નથી પડતી. હાલ થોડા સમયથી વાતાવરણમાં બહુ ફેરફારો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદે કહેર કર્યો આખો ઉનાળો કમોસમી વરસાદ આવતા ખેડૂતોના ઉનાળુ પાકોને ઘણુ નુકસાન થયું હતું. જ્યારે અરેબીયન સી માં ચક્રવાતના પગલે ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે વરસાદ રહ્યો હતો. જ્યારે યુપી, બિહારની વાત કરીએ તો હાલ જૂનમાં યુપી, બિહારમાં હિટવેવથી લોકો મરી રહ્યા છે.
ગ્લોબલ વોર્મિંગની અસરો જોવા મળી રહી છે. ઋતુનો સમયગાળો જાણે બદલી રહ્યો છે. લોકો અવઢવમાં મૂકાયા છે. રાજ્યોમાં કયાંક વરસાદના વાયરા છે તો કયાંક હિટવેવથી તપતા લોકો દેખાઈ રહ્યા છે. વાત કરીએ ગુજરાત, રાજસ્થાનની તો ત્યાં વરસાદ ત્રાટકી રહ્યો છે અને આસામ પણ પૂરની સ્થિતિમાં છે. જ્યારે યુપી, બિહારમાં ગરમીના લીધે લોકો મરી રહ્યા છે.
હાલ જે રીતે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તે જોતા કહી શકાય કે આ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. ઘણાં જિલ્લામાં તો તાપમાનનો પારો 44 ને પણ પાર કરી ચૂકયો છે અને લોકો માટે ઘરમાંથી બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વધતી ગરમીના કારણે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. લુથી બચવાના શું પગલાં લેવા જોઇએ તે અંગેની ચર્ચા થશે. જ્યારે દેશના અનેક રાજ્યો એવા પણ છે જ્યાં ભારે વરસાદને કારણે તબાહી મચી છે. આસામમાં પૂરને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે મોસમ વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.