Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારધ્રોલ માર્કેટ યાર્ડમાં દુકાનમાંથી રૂા.10.85 લાખની રોકડ રકમની ચોરી

ધ્રોલ માર્કેટ યાર્ડમાં દુકાનમાંથી રૂા.10.85 લાખની રોકડ રકમની ચોરી

રવિવારે રાત્રિના સમયે તસ્કર ત્રિપુટી ત્રાટકી : તિજોરી ખોલી રોકડની ઉઠાંતરી : સીસીટીવી ફુટેજના આધારે તપાસ

ધ્રોલ ગામના વતની અને માર્કેટીંગ યાર્ડમાં આવેલી વેપારીની પેઢીમાંથી રાત્રિના સમયે દુકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કરી તસ્કરોએ તિજોરીમાં રાખેલી રૂા.10.85 લાખની રોકડ રકમની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા રાકેશભાઈ મનહરલાલ શેઠ (ઉ.વ.60) નામના વૃધ્ધની ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં આવેલી શ્રી મહાવીર ટ્રેડિંગ કાું. નામની દુકાનમાં ગત રવિવારની રાત્રિના 8:30 વાગ્યાથી સોમવારે સવારના 7:45 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ દુકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી તેમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલી તીજોરીમાંથી રૂા.10.85 લાખની માતબર રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતાં. બીજે દિવસે સોમવારે સવારે વેપારી જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે ચોરી થયાનું જણાતા તેમણે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ પી.જી. પનારા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પરથી તપાસ આરંભી રૂા.10.85 લાખની ચોરીનો ગુનો નોંધી ભેદ ઉકેલવા માટે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદથી તપાસ આરંભી હતી.

પોલીસે તપાસ દરમિયાન મળી આવેલા સીસીટીવી ફુટેજોના આધારે તસ્કર ત્રિપુટીની શોધખોળ આરંભી છે. સીસીટીવી ફુટેજમાં ત્રણ બુકાનીધારીઓએ ચોરી કરીને જતા હોવાનું નજરે પડતા તેના આધારે તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular