કાલાવડ ગામમાં જૈન સોસાયટીમાં રહેતાં વૃદ્ધને પગના ગોઠણની તકલીફને કારણે ચાલી શકતા ન હતાં. દરમિયાન બાથરૂમમાં જતાં સમયે લપસી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, કાલાવડ ગામમાં જૈન સોસાયટીમાં રહેતાં અને ટ્રાવેલ એજન્સી ચલાવતા કમલેશભાઈ ગીરધરભાઈ આશરા (ઉ.વ.62) નામના વૃદ્ધને ત્રણેક વર્ષથી પગના ગોઠણની તકલીફ હોવાથી બરાબર ચાલી શકતા ન હતાં. દરમિયાન રવિવારે સવારના સમયે તેના ઘરે બાથરૂમમાં જતાં સમયે લપસી જતા પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર સચિનભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.