Monday, December 23, 2024
Homeરાજ્યહાલારટ્રેન હેઠળ આવી જતા ખંભાળિયાના યુવાનનું મૃત્યુ

ટ્રેન હેઠળ આવી જતા ખંભાળિયાના યુવાનનું મૃત્યુ

કૂવામાં ડૂબી જતા રેટા કાલાવડના વૃદ્ધનું મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગુંદમોરા વાડી વિસ્તારમાં રહેતાં યુવાને અકળ કારણોસર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી. ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામમાં રહેતાં માનસિક બીમાર વૃદ્ધનું કૂવામાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયાના ગુંદમોરા વાડી વિસ્તારમાં રહેતા રોહિતભાઈ જયંતીભાઈ સોનગરા નામના 36 વર્ષના યુવાન રવિવારે અત્રેથી આશરે 12 કિલોમીટર દૂર કુવાડીયા ગામ નજીક કોઈ કારણોસર ટ્રેન હેઠળ આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ હીરાભાઈ ડાયાભાઈ સોનગરાએ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે ધોરણસર તપાસ હાથ કરી છે.

બીજો બનાવ,ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે રહેતા કરીમભાઈ ખમીસાભાઈ ચાકી નામના 60 વર્ષના વૃદ્ધ છેલ્લા ઘણા સમયથી અસ્થિર મગજના હોય, આ પરિસ્થિતિમાં ગત તારીખ 15 રોજ કુવામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના ભાઈ મામદભાઈ ખમીસાભાઈએ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular