Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની સામાન્ય સભામાં રચના નંદાણિયાના આક્ષેપોએ બગાડી વિપક્ષની બાજી - VIDEO

જામ્યુકોની સામાન્ય સભામાં રચના નંદાણિયાના આક્ષેપોએ બગાડી વિપક્ષની બાજી – VIDEO

વાવાઝોડા સહિતના મુદ્દે પ્રશ્નોત્તરી શરૂ થાય તે પહેલાં જ હોબાળો મચતાં મેયરે આટોપી લીધુ બોર્ડ

- Advertisement -

આજે યોજાયેલી જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણિયાએ જી.જી. હોસ્પિટલ સામે દુકાનોનો મુદ્દો ઉઠાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં મચેલા હોબાળા બાદ સામાન્ય સભાને ક-વેળાએ આટોપી લેવાની મેયરને ફરજ પડી હતી. પરિણામે પ્રશ્ર્નોતરીની રાહ જોઇ રહેલાં વિપક્ષી સભ્યોને વાવાઝોડા સહિતના મુદ્ાઓ પર જામ્યુકોના સત્તાધિશોને ઘેરવાની મનોકામના મનમાં રહી ગઇ હતી.

- Advertisement -

મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને ધીરૂભાઇ અંબાણી વાણિજ્ય ભવનમાં યોજાયેલી સામાન્ય સભામાં મહાપાલિકાની વ્યાજમાફી આપવાની યોજનાના સ્થાયી સમિતિના નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. જ્યારે તળાવની પાળે પ્રવેશદ્વાર નં. 1 પાસે શહિદ સ્મારક બનાવવા માટે મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. એજન્ડા પૂર્ણ થયા બાદ પ્રશ્ર્નોતરીનો સમય શરુ થતાં જ વિપક્ષના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ જી.જી. હોસ્પિટલ સામેની દુકાનોનો મુદ્ો ઉઠાવી સત્તાપક્ષ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા હોબાળો મચી ગયો હતો. સત્તા પક્ષના કોર્પોરેટર ગોપાલ સોરઠીયા તેમજ અન્ય કોર્પોરેટરો વિરોધપક્ષના સભ્યો સાથે સામ-સામે આવી ગયા હતાં. સામાન્ય સભામાં મચેલા હોબાળાને કારણે સત્તાધિશોને તક મળી ગઇ હોય તેમ મેયરે તુરંત જ સભાની કાર્યવાહી આટોપી લેવાનો આદેશ કર્યો હતો. મેયરના આ નિર્ણયથી વિપક્ષી સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

- Advertisement -

બિપોરજોય સાયકલોનને કારણે શહેરમાં ઉભી થયેલી સ્થિતિ તેમજ શહેરમાં દબાણ અને ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો અને સમસ્યા અંગે ચર્ચા કરવા માટે વિપક્ષો સારી એવી તૈયારી કરીને આવ્યા હતાં. પરંતુ રચના નંદાણિયાના આક્ષેપોના કારણે ઉભા થયેલા દખ્ખાથી વિપક્ષી સભ્યોની તૈયારી અને સત્તાપક્ષને ઘેરવાની અપેક્ષાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. આ અંગે વિપક્ષી નેતા ધવલ નંદાએ આક્ષેપ કર્યો હતો. જામ્યુકોના સત્તાધિશો રિમોટ કંટ્રોલથી ચાલી રહ્યાં છે. શહેરના પ્રશ્ર્નો અને સમસ્યા અંગે ચર્ચા કરવામાં તેમને જરાય રસ નથી. નિષ્ફળતા છાવરવા માટે સત્તાધિશો પ્રશ્ર્નોતરીથી ભાગી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

બીજીતરફ બચાવમાં મેયરે જણાવ્યું હતું કે, વિપક્ષોની બિનલોકશાહી કાર્ય પધ્ધતિ અને આક્રમક વલણને કારણે કોઇ અસામાન્ય પરિસ્થિતિ ન સર્જાય તે માટે બોર્ડને આટોપી લેવાની ફરજ પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular