Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વાવાઝોડાના વંટોળ બાદ આજથી જનજીવન થાળે પડયું

જામનગરમાં વાવાઝોડાના વંટોળ બાદ આજથી જનજીવન થાળે પડયું

- Advertisement -

સમગ્ર ગુજરાત પર બિપોરજોયના વાદળો ઘેરાયા બાદ કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ ચક્રવાત બિપોરજોય નબળુ પડયું છે. જો કે, કચ્છ બાદ રાજસ્થાનમાં તેની અસર હજૂ રવિવાર સુધી રહેવાની શકયતાઓ છે. ત્યારે આ ચક્રવાતની અસરો જામનગરમાં મડી હતી. જેથી જનજીવન ઠપ્પ થઇ ગયું હતું. પરંતુ આજથી આ જનજીવન થાળે પડયું દેખાઇ રહ્યું છે.
ગુજરાતના દરિયાકાંઠાની વાત કરીએ તો બિપોરજોય વાવાઝોડાની અસર આ તમામ વિસ્તારોમાં જોવા મળી હતી. સૌથી લાંબુ ચાલુનારું આ વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ થયું હતું. પરંતુ સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી સહિતના વિસ્તારોમાં અસર જોવા મળી હતી. ચક્રવાતના પગલે દરેક જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં જામનગરમાં છેલ્લા બે દિવસથી જનજીવન ઠપ્પ થઇ ગયું હતું. તમામ સ્કૂલ, કોલેજ, દુકાનો, મંદિરો, ફરવાના સ્થળો, ટ્યૂશન કલાસીસ, બજારો, ઉદ્યોગો બે દિવસ બંધ રહ્યા હતાં.

- Advertisement -

જામનગરમાં ચક્રવાતના પગલે ગઇકાલે આખો દિવસ પવન સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં જામનગરમાં 159 મીમી, જોડિયામાં 88 મીમી, ધ્રોલ 73 મીમી, કાલાવડ 98 મીમી, લાલપુર 55 મીમી, જામજોધપુર 23 મીમી વરસાદ નોંધાયો હતો.

જ્યારે શહેરમાં 164 વૃક્ષો ધરાશાયી થયા હતાં. જિલ્લા 1230 જેટલા વિજ થાંભલાઓને નુકસાન થયું હતું. જેના પગલે સતત બે દિવસ સુધી લોકોને વિજળી વગર રહેવું પડયું હતું. જો કે, પીજીવીસીએલની ટીમો સતત કામગીરીમાં હોય છે. જિલ્લામાં માનવ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે છ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી અને ચાર પશુઓના મૃત્યુ નોંધાયા હતાં.

- Advertisement -

માર્ગ અને મકાન વિભાગના આગોતરા આયોજનના કારણે જિલ્લામાં એકપણ માર્ગ બંધ થયો ન હતો. શહેરીજનોમાં વાવાઝોડાની ભીતિનું વાતાવરણ પ્રસર્યું હતું. જેથી આગમચેતીના રૂપે સ્વેચ્છાએ બંધ જેવો માહોલ નજરે પડયો હતો. બે દિવસ બજારો પણ બંધ હતી. શાકભાજી તેમજ દૂધ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ મળતી ન હતી.

આમ, બિપોરજોય વાવાઝોડાના અસરને પગલે સતત બે દિવસ સુધી જિલ્લામાં પવન અને વરસાદ વરસ્યો હતો અને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહી હતી. જે લોકડાઉનની યાદ અપાવી હતી. આજ સવારથી વાતાવરણ સારું જણાતાં દરેક વ્યક્તિ પોતાના સામાન્ય સેડ્યૂઅલમાં ગોઠવાયેલા જણાયા હતાં.

- Advertisement -

આજથી તમામ દુકાનો, ગ્રેઇન માર્કેટ, ઉદ્યોગો, મંદિરો, શાક માર્કેટ, દૂધની ડેરીઓ વગેરે રાબેતા મુજબ ખુલી ગયા હતાં. લોકો પણ પોતાના સમયે પોતાના કામ-ધંધાએ જતાં દેખાયા હતાં. જામનગર એસ.ટી. વિભાગમાં પણ બસો રાબેતા મુજબ ચાલુ થઇ હતી. જામનગરમાં તમામ શાળાઓ સોમવારથી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય ચાલુ થશે. હાલ આ વાવાઝોડા બાદ શહેરીજનોનું ઠપ્પ થયેલુ જનજીવન થાળે પડયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular