સંભવિત વાવાઝોડાને ધ્યાને લઇ મેયર બીનાબેન કોઠારી દ્વારા પમ્પ હાઉસ તથા ઢોરના ડબ્બાની મુલાકાત લેવામાં આવી હતી અને નાગરિકોને પણ બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા અપીલ કરી હતી.
બિપરજોય વાવાઝોડા અન્વયે ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઉભી થનાર સંભવિત તમામ પરિસ્થિતિ પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકા અને કલેકટર કચેરી સજાગ છે અને તમામ આનસંગિક પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં જાહેર જનતાને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા અને વહીવટીતંત્ર તથા મીડિયા/ટીવી મારફત આપવામાં આવી અધિકૃત માહિતીઓને અનુસરવા, અફવાઓને ધ્યાને ન લેવા અને વહીવટીતંત્રની કામગીરીમાં સહકાર આપવા મેયર બીનાબેન કોઠારી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે ખીજડિયા પમ્પ હાઉસ, ઢોરના ડબ્બાની જાત મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા હતાં. તેમજ સંભવિત પરિસ્થિતિમાં પાણી વિતરણ ખોરંભે ન પડે તેમજ ઢોરના ડબ્બામાં રહેલ પશુઓ માટે પણ પૂરતી તકેદારી રાખવા જરૂરી સુચનાઓ આપી હતી.