દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેરાજ હરદાસભાઈ માતકા નામના 32 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ખેરાજ હરદાસ ચારણ, મેઘા માણસી ચાંનપા, સિધ્ધરાજ કાયાભાઈ સુમણીયા, ધનજી સવદાસ માતકા અને ડાયા નાથસુર માતકા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે પટમાંથી તથા નાલના મળી, કુલ રૂપિયા 48,550 રોકડા તથા 30,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 78,550 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાંથી પોલીસે મોબાઈલમાં લુડો ગેમ મારફતે જુગાર રમી રહેલા પરેશ હરીભાઈ જોશી અને ધના અજા લાંબરીયા નામના બે શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 6,650 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.