Monday, December 23, 2024
Homeરાજ્યહાલારભારે પવનના કારણે ખંભાળિયા-ભાણવડના 350 વિજપોલ ધરાશાયી

ભારે પવનના કારણે ખંભાળિયા-ભાણવડના 350 વિજપોલ ધરાશાયી

લાઈનો પુર્વવત કરવા 17 ટીમોની નોંધપાત્ર જહેમત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફૂંકાતા ચક્રવતી પવનના કારણે ખંભાળિયા તથા ભાણવડ તાલુકામાં વીજ સપ્લાયને વ્યાપક અસર થવા પામી હતી. ખંભાળિયા અને ભાણવડ તાલુકાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો તેમજ હાઈ-વે માર્ગ નજીક આશરે 350 જેટલા વીજ થાંભલાઓ ભારે પવનના કારણે પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

આ અંગે અહીંના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું હતું કે વીજપોલ પડી જતા આ અંગેની કામગીરી માટે અન્ય જિલ્લામાંથી 17 જેટલી ટીમો અહીં આવી ગઈ છે. તેઓને ખંભાળિયા નજીકના આરાધના ધામ ખાતે રાખવામાં આવી છે. પવનના કારણે થાંભલા કે કેબલ તૂટી જાય તો તુરંત રિપેર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે પી.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા આગોતરા આયોજનથી જ થાંભલા, વાયર, ફેબ્રિકેશન તેમજ અન્ય જરૂરી સાધનો અહીં પૂરતા પ્રમાણમાં મંગાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે પીજીવીસીએલની ટીમ સતત કાર્યરત છે.

કેશોદ ગામે થાંભલા-વૃક્ષો જમીનદોસ્ત

- Advertisement -

ખંભાળિયા-પોરબંદર રોડ ઉપર આવેલા તાલુકાના કેશોદ ગામે ગઈકાલે બુધવારે 10 મિનિટ સુધી અતિ ભારે વરસાદ તેમજ વંટોળિયા પવનના કારણે 25 જેટલા સ્થળોએ વીજ થાંભલા તૂટી ગયા હતા. આ ઉપરાંત બે ડઝન હથી વધુ ઝાડવાનો સોથ વળી ગયો હતો. આ વિસ્તારમાં વીજવાયરો તેમજ થાંભલા તૂટી પડતા ગામમાં લાંબો સમય અંધારપટ્ટ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અંગેની જાણ સ્થાનિક આગેવાન મોહનભાઈ મોકરીયા દ્વારા પીજીવીસીએલ તંત્રને કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular