ખંભાળિયા પંથકમાં ગઈકાલથી પવનનું જોર ખૂબ જ વધ્યું છે. ત્યારે અહીંના ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ નજીક આવેલા રાંદલ માતાજીના મંદિર પરિસરમાં ગોઠવવામાં આવેલા છાપરા તેજ પવનની ઝીંક ઝીલી શક્યા ન હતા અને આ પતરા ઊડીને રોડની એક તરફ પડતાં વ્યાપક નુકસાની થવા પામી હતી. ખંભાળિયા શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા ચાર રસ્તા નજીક એક વૃક્ષ ધરાશાયી થતા તંત્રએ દોડી જઈને આ વૃક્ષ ખસેડી, રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ઝાડ તથા થાંભલા પડવાના બનાવો બન્યા હતા