બિપરજોય સૌરાષ્ટ્રથી નજીક આવી રહ્યું છે ત્યારે સંભવિત અસર થતા વિસ્તાોરમાં પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ તકે સરકાર, તંત્ર સાથે સાથે અન્ય સંસ્થાઓ પણ આ અંગે બનતી કામગીરી કરી રહી છે. ત્યારે જામનગરની બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો તેમજ કાચા મકાન વાળા લોકોનું સલામત સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે આ જરૂરિયાતમંદ લોકોને સુધી જામનગર મ્યુનિસીપલ કમિશનરની સૂચના અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ પહોંચાડી રહ્યા છે.