Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવાવાઝોડાના નુકસાનથી બચવા ઘેર-ઘેર ફરીને સમજાવતાં વોર્ડ નં. 12ના નગરસેવકો

વાવાઝોડાના નુકસાનથી બચવા ઘેર-ઘેર ફરીને સમજાવતાં વોર્ડ નં. 12ના નગરસેવકો

- Advertisement -

કુદરતી આફત સામે સરકારી તંત્રની કામગીરીની સાથો-સાથ જામનગર શહેરના વોર્ડ નં. 12માં આવેલ નિચાણવાળા વિસ્તારો જેવા કે, પટ્ટણીવાડ, પુરબીયા ખડકી, ઘાંચીની ખડકી, લાલખાળ, રાજ સોસાયટી તથા બાલનાથ વિસ્તારમાં પૂર્વવિપક્ષી નેતા તેમજ વોર્ડ નં. 12ના યુવા જાગૃત નગરસેવક અસલમભાઇ ખિલજી, નગરસેવિકા જેનબબેન ખફી તથા હાજી રિઝવાન જુણેજાને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી-કર્મચારીઓને સાથે રાખી સંભવિત પાણી ભરાતા વિસ્તારોનું નિરિક્ષણ કરી જવાબદાર અધિકારીઓને વિસ્તારની ભૌગોલિક માહિતી આપી બચાવ કામગીરી માટે યોગ્ય જરુરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને સંભવિત નીચાણવાળા વિસ્તારોમાં ઘેર-ઘેર ફરી લોકોને આ કુદરતી આફતના સયે સરકારી તંત્ર તરફથી મળતી સૂચનાને ફોલો કરવા અને જરુર જણાય તો તાત્કાલિક પોતાના તેમજ બાળકોની જાનમાલની સલામતિ માટે નજીકના સલામતિ સ્થળે ખસી જવા અને ખોટી અફવાથી દૂર રહેવા એક-બીજાને મદદ કરવા લોકોને અપીલ કરાઇ છે. આ તકે પૂર્વવિપક્ષી નેતા તેમજ વોર્ડ નં. 12ના નગરસેવક અસલમ ખિલજી, નગરસેવિકા જેનબ ખફી, સામાજિક કાર્યકર હાજી રિઝવાન જુણેજા, મહાનગરપાલિકાના ચૌહાણભાઇ, જાકિર પટ્ટણી, સકીલ ખફી, આસિફ ખેરાણી, અલ્તાફ ેમણ, સદામ શેખ સહીત વગેરે યુવાનો જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular