Friday, October 18, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યના 61 તાલુકાઓમાં સાડા આઠ ઇંચ સુધીનો વરસાદ

રાજ્યના 61 તાલુકાઓમાં સાડા આઠ ઇંચ સુધીનો વરસાદ

- Advertisement -

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયની અસર ગુજરતમાં શરુ થઈ ગઈ છે ગઈકાલે ચક્રવાતને કારણે અનેક વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો મારતા ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

- Advertisement -

બિપરજોય ચક્રવાતને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત તરફ આગળ વધી રહેલા ચક્રવાત બિપરજોયની અસર શરૂ થતા રાજ્યના 61 તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

ગઈકાલે આવેલા વરસાદમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 8.5 ઈંચ, વેરાવળમાં પણ સાડા આઠ ઈંચ વરસાદ તેમજ જૂનાગઢના મેંદરડામાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના 9 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના કોશોદમાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

- Advertisement -

જ્યારે માળિયા હાટીના, માંગરોળ, મેંદરડા અને માણાવદરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાના કારણે પવનની ગતીમાં પણ વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગમી 15મી અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિપરજોય વાવાઝોડાથી વાતાવરણ બદલાતા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular