ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘બિપરજોય’ વાવાઝોડાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રૂપેણ બંદર પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરાયેલા નાગરિકો રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ નાગરિકોને જમવાની તેમજ પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ રૂપેણ બંદર કાંઠે જઈ સુરક્ષા સંબંધિત બાબતો નિરીક્ષણ કરી ઝીરો કેઝયુલિટી રહે અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી રૂપેણ બંદરની મુલાકાત દરમિયાન દ્વારકા ધારાસભ્ય પબુભા માણેક, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, પ્રાંત અધિકારી દ્વારકા પાર્થ તલસાણીયા, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, અગ્રણી યુવરાજસિંહ વાઢેર સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે રહ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રૂપેણ બંદરનું નિરીક્ષણ
પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરાયેલા લોકો મુલાકાત લઈને પ્રાથમિક સુવિધાઓ અંગે સમીક્ષા કરી