જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે મહાકાલ ચોકમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.7000 ની કિંમતનો 14 બોટલ દારૂ મળી આવતા ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસેના મહાકાલ ચોકમાં પેટ્રોલ પંપની બાજુની શેરીમાં રહેતાં દિલીપ ઉર્ફે ગૌતમ સત્યપાલ અછરા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા. 7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની14 બોટલ મળી આવતા પોલીસે દિલીપની ધરપકડ કરી દારૂનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.