કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રહેતા અને મૂળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અશોકભાઈ કારૂભાઈ રાઠોડ નામના 27 વર્ષના યુવાને ગત તારીખ 6 ના રોજ રાત્રિના સમયે ઓરડીમાં લોખંડના પાઇપમાં દોરી બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક અશોકભાઈના પત્ની આશરે પાંચેક વર્ષ પૂર્વે અવસાન પામ્યા હોય, તે બાબત પોતાને મનમાં લાગી આવતા અને છેલ્લા ઘણા સમયથી તેઓ ગુમસૂમ રહેતા હોય, આ પરિસ્થિતિમાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું રમેશભાઈ રણમલભાઈ રાઠોડએ કલ્યાણપુર પોલીસમાં જાહેર કર્યું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી, કાર્યવાહી કરી હતી.
કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા ભરતભાઈ જેસાભાઈ આંબલીયા નામના 26 વર્ષના યુવાનની કોઈ કારણોસર તબિયત લથડતા તેમને સારવાર અર્થે કલ્યાણપુરના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પિતા જેસાભાઈ કરશનભાઈ આંબલીયાએ સ્થાનિક પોલીસને કરી છે.