વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થતા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે કેન્દ્ર સરકાર આગળ વધતી હોય ત્યારે જામનગર સંસદીય વિસ્તારમાં જન સંપર્ક અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના ધન્વંતરિ ઓડીટોરીયમમાં કેન્દ્ર સરકારની તમામ યોજનાના લાભાર્થીઓ માટે લાભાર્થી સંમેલન યોજાયું હતું. આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ મેયર અભિબેન પરીખ, હસમુખભાઈ હિંડોચા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા, ડે. મેયર તપન પરમાર, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો-કાર્યકર્તાઓ તેમજ વોર્ડના કોર્પોરેટરો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.