જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા યુવાન સાથે પરપ્રાંતિય યુવતીના લગ્ન કરાવી વિશ્ર્વાસઘાત કરી નાશી ગયેલ મહિલાને પોલીસે અમદાવાદમાંથી દબોચી લઇ આગળની પૂછપરછ હાથ ધરી અદાલતમાં રજૂ કરતાં ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતાં યુવાન સાથે પરપ્રાંતિય યુવતીના લગ્ન કરાવી લગ્નના નામે પૈસા પડાવી વિશ્ર્વાસઘાત કર્યાના જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલી મહિલા અંગેની હેકો વી. વી. બકુત્રા અને પો.કો. મેહુલ ઝરમરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.પી. ગજ્જરના નેજા હેઠળ પીએસઆઈ આર.ડી.ગોહિલ, હેકો વી.વી. બકુત્રા, પો.કો. મેહુલ ઝરમરીયા, ભગીરથસિંહ જાડેજા, મહિલા પો.કો. ભાવુબેન વાસાણીના સહિતના સ્ટાફે અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં શ્રીનાથ ડેપો સામે હરી ૐ એપાર્ટમેન્ટમાંથી દિપાબેન ઉર્ફે નિશાબેન જીતેશ મોદી નામની મહિલાની ધરપકડ કરી જોડિયા લઇ આવ્યાં હતાં. જ્યાં પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ માટે મહિલાના રિમાન્ડ મેળવવા અદાલતમાં રજુ કરવામાં આવતા અદાલતે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.