Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરનવાાગામ શીકારીમાં કાર ચડાવી વૃધ્ધની હત્યા

નવાાગામ શીકારીમાં કાર ચડાવી વૃધ્ધની હત્યા

ત્રણ શખ્સોએ પછાડી દઇ કાર ચડાવી દીધી : સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ : બનાવ હત્યામાં પલ્ટાયો : પોલીસ દ્વારા હત્યારાઓની શોધખોળ

- Advertisement -

જામનગર તાલુકાના નવાગામ શીકારીમાં રહેતાં વૃધ્ધ ઉપર આજે સવારે ત્રણ શખ્સોએ પછાડી દઇ કાર માથે ચડાવી દઇ હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે તપાસ આરંભી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નવાગામ શીકારીમાં રહેતાં ભીખુભાઈ કેશવાલા નામના વૃદ્ધ ઉપર આજે સવારના સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ થાર કારમાં આવીને પછડાટ મારી પછાડી દીધા હતાં અને ત્યારબાદ કાર ચડાવી દેતા વૃધ્ધને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ગતિમાન કર્યા હતાં. આ બનાવમાં પોલીસે વૃદ્ધની હત્યા કયા કારણોસર અને કોણે કરી તે અંગેની વિગતો મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular