Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારજોડિયા પંથકમાંથી એસઓજીએ 455 ટન રેતીનો જથ્થો સીઝ કર્યો

જોડિયા પંથકમાંથી એસઓજીએ 455 ટન રેતીનો જથ્થો સીઝ કર્યો

માધાપર અને કુન્નડમાં બેખોફ રેતીચોરી : કુન્નડમાં 100 ટન અને માધાપરમાં 320 ટન રેતી સીઝ કરતું એસઓજી : ખીરી નજીકથી 35 ટન રેતી ભરેલો ટ્રક કબ્જે

- Advertisement -

જોડિયા પંથકમાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરી ડામવા એસઓજીની ટીમે રેઈડ દરમિયાન કુન્નડની સીમમાંથી 100 ટન અને માધાપરની સીમમાંથી 320 ટન ગેરકાયદેસર રેતીનો જથ્થો સીઝ કરી ખીરી નજીકથી 35 ટન રેતી ભરેલો ટ્રક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી ડામવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાના પગલે પોલીસ વિભાગ ખનીજ ચોરી અટકાવવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન જોડિયા પંથકમાં સૌથી વધુ ખનીજચોરી થતી હોય છે અને અવાર-નવાર આ વિસ્તારમાંથી જંગી ખનીજ ચોરી ઝડપાવાની ઘટના સામાન્ય બની ગઈ છે. દરમિયાન સોમવારે એસઓજી પીઆઇ બી.એન.ચૌધરી, પીએસઆઈ જે.ડી. પરમાર, આર.એચ.બાર તથા સ્ટાફે ખાણ-ખનીજ વિભાગને સાથે રાખીને રેઈડ દરમિયાન જોડિયા તાલુકાના કુન્નડ ગામની ડોબર સીમમાં વલ્લભ ગોઠીની વાડીમાં ગેરકાયદેસર રેતીનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે નજીર સતાર સુમારીયાનો 100 ટન રેતીનો ગેરકાયદેસર જથ્થો સીઝ કર્યો હતો.

તેમજ જોડિયા તાલુકાના માધાપર ગામની સીમમાંથી પ્રકાશ નરશી સોલંકી (તારાણા) નામના શખ્સે રાખેલો 320 ટન રેતીનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા સીઝ કર્યો હતો. ઉપરાંત જોડિયા તાલુકાના ખીરી ગામના પાટીયા પાસે પાર્ક કરેલ જીજે-12-બીવી-9009 નંબરના 35 ટન ગેરકાયદેસર રેતીના જથ્થા સાથે ટ્રક કબ્જે કરી ત્રણ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular