જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ અટલ રેસિડેન્સ નવા આવાસના એલ બિલ્ડિંગમાં રહેતાં યુવાનના બંધ મકાનમાં તસ્કરોએ તાળા તોડી કબાટમાંથી રૂા.45000 ની રોકડ રકમ અને સોનાના દાગીના સહિત માલમતાની ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ અટલ રેસિડેન્સ નવા આવાસના એલ બિલ્ડિંગમાં 205 નંબરના મકાનમાં રહેતાં અને સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ભીખુભા જાડેજાના ગત તા.27 ના સાંજથી તા.28 મે ના સવારે 10 વાગ્યા સુધી બંધ રહેલા મકાનને બંધ રહેલા મકાનને નિશાન બનાવી દરવાજાના નકૂચા તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલાં કબાટમાંથી રૂા.10 હજારની કિંમતની અડધા તોલાની બે નંગ સોનાની વીંટી તથા રૂા.10 હજારની કિંમતની કાનમાં પહેરવાની અડધા તોલાની કડી અને રૂા.45 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.65 હજારની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.