જામનગર એસઓજી પોલીસે 16 બાચકા કોલસા સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં જુસબ અનવર રાજા ભાડાની રીક્ષામાં ચોરી કે છડકપટથી મેળવી કોલસો લઇ નિકળનાર હોવાની એસઓજીના મયુદીનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા તથા અર્જુનભાઇ કોડીયાતરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઇ ડી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમાર અને આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન બેડી ઓવરબ્રિજ આગળ જીઇબીની ઓફિસ સામેથી પસાર થતાં જુસબ અનવર રાજાને રીક્ષામાંથી રૂા. 800ની કિંમતના 16 બાચકા કોલસાના મુદ્ામાલ બીલ આધાર વગર મળી આવતાં મુદ્ામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરીના કોલસા સાથે એક શખ્સને ઝડપી લેતી જામનગર એસઓજી
16 બાચકા કોલસાનો મુદ્દામાલ કબજે