દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસુ સિસ્ટમ સક્રિય થવાના કારણે દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ જીવના જોખમે દરિયામાં માછીમારી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવેલી સૂચના અંતર્ગત ઓખા મરીન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઈ. ડી.એન. વાંઝા તથા સ્ટાફની કાર્યવાહીમાં ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં દામજી જેટી નજીકના દરિયામાંથી બે હોડીઓમાં મશીન લગાડીને ફિશિંગ કરવામાં આવતી હોવાથી પોલીસ દ્વારા ઓખાના ફકીરમામદ અબુ બંદરી અને લતીફ આમદ બંદરી નામના બે શખ્સોને ઝડપી લઈ, આ બંને સામે પરવાનગી વગર દરિયામાં હોડીઓ લઈ અને માછીમારી કરવા સબબ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થતાં તેઓ સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી ઓખા મારીને પોલીસ મથકના પી.એસ.આઈ. દેવ વાંઝા તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ માડમ, આસપાલભાઈ મોવર, જયેશભાઈ ભાટુ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.