કલ્યાણપુરના નગડિયા ગામના વાડી વિસ્તારમાં રહેતાં મહિલાનું કૂવામાં અકસ્માતે પડી જવાથી ડૂબી જતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા લાભુબેન નાથાભાઈ મોઢવાડિયા નામના 35 વર્ષના મહિલા પોતાની વાડીએ આવેલા ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પતિ નાથાભાઈ અરભમભાઈ મોઢવાડિયાએ સ્થાનિક પોલીસને કરી છે.