Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક ઈક્કો કારની અડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ

ખંભાળિયા નજીક ઈક્કો કારની અડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ

સોડસલા નજીક કારે બાઈકને ઠોકરે ચડાવી : એક યુવાનને ઈજા

- Advertisement -

ખંભાળિયા-સલાયા માર્ગ પર આવેલા સોડસલા ગામ તરફ જતા રસ્તે બરફના કારખાના પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા સલાયામાં થરીપાડો વિસ્તારમાં રહેતા જુસબભાઈ કાસમભાઈ સંઘાર નામના 33 વર્ષના માછીમાર યુવાનના મોટરસાયકલને આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 03 જે.આર. 5189 નંબરના ઈક્કો મોટરકારના ચાલકે હડફેટે લેતા જુસબભાઈ કાસમભાઈ સંઘારને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલમાં પાછળ બેઠેલા અસગર અયુબ સુંભણીયાને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે મૃતકના નાનાભાઈ રજાકભાઈ ઉર્ફે અબ્રાહમ કાસમભાઈ સંઘારની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે ઈક્કો કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular