Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં 30 ટીમો દ્વારા સતત વીજચેકિંગ

જામનગર શહેર અને જિલ્લામાં 30 ટીમો દ્વારા સતત વીજચેકિંગ

આમરા, દરબારગઢ અને ખંભાળિયા ગેઈટના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકિંગ : શુક્રવારે ગ્રામ્ય વિસ્તારમાં 68 જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ : 29.80 લાખના બીલો ફટકાર્યા

- Advertisement -

જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ હાલારમાં ચેકિંગ કામગીરી અંતર્ગત આજે ગજડી, કોયલી, કૃષનગર, ઝીંઝુડા, બેલા ગામ અને રાજપર સહિતના ગામોમાં 30 ટૂકડીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે હાપા-સીક્કા અને કાલાવડ વેસ્ટના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 68 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા 29.80 લાખના બિલો ફટકાર્યા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ હાલારમાં વીજચોરી ડામવા માટે હાથ ધરાયેલા ચેકિંગ અંતર્ગત આજે દરબારગઢ, આમરણ અને ખંભાળિયા ગેઈટ સબ ડીવીઝનના વિસ્તારો ગજડી, કોયલી, કૃષનગર, ઝીંઝુડા, બેલા ગામ અને રાજપર સહિતના ગામોમાં 30 ટુકડીઓ દ્વાર 16 એસઆરપી 14 લોકલ પોલીસ 6 એકસઆર્મીમેન 3 વીડિયોગ્રાફરો સાથેના બંદોબસ્ત વચ્ચે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે શુક્રવારે 30 ટુકડીઓ દ્વારા હાથ ધરાયેલા રાસનપર, નાના-મોટા લખીયા, મેઘપર, પડાણા, છતર, નાના-મોટા પાંચદેવડા, મોરવડી, મોટા થાવરીયા ગામોમાં ચેકિંગ દરમિયાન 68 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા પીજીવીસીએલની ટીમે 29.80 લાખના બીલો ફટકાર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular