નફરતના બીજ પર પેદા થયેલ પાકિસ્તાન હાલ ભૂખમરામાં આવી ગયું છે. હાલ પાકિસ્તાન એશીયાનો સૌથી મોંઘવારીવાળો દેશ બની ગયો છે.કંગાળ પાકે. મોંઘવારીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 38 ટકા થઈ ગયો છે. ત્યાં સુધી કે આઈએમએફએ પાકિસ્તાનને લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાનમાં ખાધન્નની કિંમતોમાં બેફામ વધારાને કારણે મોંઘવારીનાં દરે માઝા મુકી છે.દરમ્યાન પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય મુદ્દા કોષમાંથી લોન મળવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે.આઈએમએફ પાક.વડાપ્રધાન શાહબાજની લોન માટેની માંગણી પણ ફગાવી દીધી છે. પાકિસ્તાનમાં ગત વર્ષે આજ મહિનામાં મોંઘવારી દર 13.76 ટકા હતો પણ આ વર્ષે સર્વોચ્ચ 38 ટકાએ પહોંચી ગયો છે. અત્યાર સુધી શ્રીલંકામાં સૌથી વધુ મોંઘવારી હતી પણ હવે પાકિસ્તાને તેને પાછળ છોડી દીધુ છે.