સુરેન્દ્રનગરની ઇન્ડીયાના ઓપ્થેલ્મિક્સ કંપનીમાં આંખની વિવિધ બિમારી માટે બનતા આંખના ટીપાં હાલ વિશ્ર્વભરના 30થી વધુ દેશોમાં નિકાસ થઇ રહ્યા છે. આ કંપની દ્વારા શ્રીલંકામાં મોકલાયેલ આઇડ્રોપ્સથી 30 દર્દીઓની આંખમાં ચેપ લાગ્યો હોવાની ફરિયાદ ત્યાની સરકારને મળતા શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે કાર્યવાહી કરીને ભોગ બનનાર તમામ દર્દીઓ માટે વળતરની માંગ કરી હતી. જેથી ભારતના ફાર્મા એક્સપોર્ટ કાઉન્સિલ ફોર ઇન્ડીયા ફાર્મેક્સિલે આ કંપનીને 3 જૂન સુધીમાં જવાબ આપવા નોટીસ આપી છે. સુરેઝદ્રનગરની ઇન્ડીયાના ઓપ્થેલ્મિક્સ કંપની દ્વારા શ્રીલંકા મોકલવામાં આવેલ આઇડ્રોપ્સ બાબતે શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રાલયે 30થી વધુ લોકોને આંખમાં ઇન્ફેક્શન થયુ હોવાની ભારતને ફરિયાદ કરી હતી. તેથી ભારતીય ડ્રગ્સ રેગ્યુલેશન ક્ધટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઇ હતી. કંપનીને મોકલવામાં આવેલી નોટિસ અનુસાર 16મેના રોજ શ્રીલંકાની સરકારની કેબિનેટ મીટીંગમાં આ અંગે ચર્ચા કરાઇ હતી.અને અસરગ્રસ્તોને કંપની પાસેથી વળતર મળે તે માટે પણ ચર્ચા કરાઇ હતી.