Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઅમેરિકી સંસદના સંયુકત સત્રને સંબોધશે પ્રધાનમંત્રી મોદી

અમેરિકી સંસદના સંયુકત સત્રને સંબોધશે પ્રધાનમંત્રી મોદી

- Advertisement -

અમેરિકા ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘સ્ટેટ-વિઝીટ’નું સન્માન આપવા જઈ રહી છે અને તા.21થી વડાપ્રધાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે તેમાં તા.22ના રોજ તેઓ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે.
અમેરિકાની સંસદે આ આમંત્રણ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખૂબ જ સન્માનીત વ્યક્તિની શ્રેણીમાં મુકયા છે. અમેરિકી સંસદને બે વખત સંબોધનનું બહુમાન અત્યાર સુધીમાં બ્રિટનના વડાપ્રધાન વીન્સ્ટોન ચર્ચીલ દક્ષિણ આફ્રિકાના ગાંધી ગણાવાયેલા નેલ્સન મંડેલા તથા ઈઝરાયેલના બે વડાપ્રધાનને જ મળ્યું છે.

- Advertisement -

અમેરિકી સંસદના બન્ને ગૃહ સેનેટ તથા હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવના બહુમતી-લઘુમતી બન્ને પાંખના વડાઓએ સંયુક્ત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ આમંત્રણ આપ્યુ છે. અગાઉ 2016માં વડાપ્રધાન મોદીએ અમેરિકી સંસદના બન્ને સદનોની બેઠકને સંબોધન કર્યુ હતું અને તે બાદ અમેરિકા-ભારતની મિત્રતાને એક નવી ગતિ મળી હતી. તા.22ના રોજ સાંજે મોદી આ સંબોધન કરે તેવી શકયતા છે. મોદીને તા.26ના રોજ વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનર પણ પ્રમુખ જો બાઈડન આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular