Friday, January 10, 2025
Homeરાજ્યહાલારઓખામાં માછીમારીની જાળ અને ડીઝલની ચોરી

ઓખામાં માછીમારીની જાળ અને ડીઝલની ચોરી

- Advertisement -

ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં આવેલા મફતિયા પરા ખાતે રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર ખાતે રહેતા રિતેશકુમાર મૂળજીભાઈ ટંડેલ નામના 39 વર્ષના માછીમાર યુવાન ગત તારીખ 23 મે થી 31 મે સુધીના સમયગાળામાં પોતાના વતનમાં ઘરે ગયા હતા. આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો તેમને ભાડે રાખેલા મકાન ખાતે ત્રાટક્યા હતા અને આ સ્થળે રાખવામાં આવેલી રૂપિયા બે લાખની કિંમતની માછીમારી કરવા માટેની જૂની તથા નવી જાળ ઉપરાંત રૂપિયા 28,500 ની કિંમતના 300 લીટર ડીઝલ ભરેલા બે બેરલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આથી ઓખા મરીન પોલીસે કુલ રૂા.2,28,500 ના મુદ્દામાલની ચોરી થવા સબબ અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular