Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારપેરોલ પર છૂટેલા પાકા કામના કેદીનું બીમારી સબબ મોત

પેરોલ પર છૂટેલા પાકા કામના કેદીનું બીમારી સબબ મોત

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતાં વૃદ્ધને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. દરમિયાન અમદાવાદની સાબરમતિ જેલમાં રહેલા વૃદ્ધની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા સવદાસભાઈ સાડવાભાઈ ગોરાણીયા નામના 65 વર્ષના વૃદ્ધને હત્યાના ગુનામાં આજીવનની કેદની સજા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં તેમને પાકા કામના કેદી તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.

આ પછી છેલ્લા એકાદ વર્ષથી તેમને ફેફસાનું કેન્સર લાગુ થયેલું હોય, જેની સારવાર માટે તેઓ પેરોલ ફર્લો રજા પર તેમના ઘરે આવ્યા હતા. પેરોલ રજા પૂર્ણ થાય અને તે જેલમાં પરત ન ગયા હતા અને કેન્સરની ચાલુ સારવાર વચ્ચે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર વિજયભાઈ સવદાસભાઈ ગોરાણીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular