ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ પાસે રહેતા દિનેશ ગોવિંદ ધોરીયા નામનો શખ્સ ચોરાઉ મોટરસાયકલ લઈને ફરતો હોવા અંગેની ચોક્કસ બાતમી એલસીબી વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાને મળતા અહીંના સલાયા ફાટક પાસેથી જી.જે. 03 બી.આર. 6111 નંબરના એક મોટરસાયકલ પર નીકળેલા ઉપરોક્ત શખ્સને પોલીસે અટકાવી અને પૂછપરછ કરતા આ મોટરસાયકલ મોરબી ખાતે રહેતા એક આસામીનું હોવાનું અને જેની ચોરી અંગેની ફરિયાદ આશરે ચાર માસ પૂર્વે મોરબી પોલીસમાં નોંધાઈ હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે 21 વર્ષના આ શખ્સની અટકાયત કરી તેનો કબ્જો ખંભાળિયા પોલીસને સોંપ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, એ.એસ.આઈ. સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, સચિનભાઈ નકુમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.