કાલાવડ તાલુકાના ભીમાનુ ગામમાં જાહેરમાં તીનપીતનો જૂગાર રમતા 10 શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.15,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ કાલાવડ તાલુકાના ભીમાનુ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સંજય શિવા વઢરકીયા, કિશોર દેવદાન માલા, કાળુ સુખા માલા, દિનેશ લીંબા વઢરકીયા, સાગર લખમણ મૈયાડ, મનિષ ગોવિંદ વઢરકીયા, જગદીશ નાનજી સોનારા, પ્રકાશ મનસુખ સોનારા, પ્રવિણ ગોવિંદ વઢરકીયા, નિર્મળ સુખા માલા સહિતના 10 શખ્સોને રૂા.15,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.