Friday, September 20, 2024
Homeરાજ્યહાલારમોટી ખાવડીમાં ટાઉનશીપમાં મકાનમાંથી લાખોની માલમતાની ચોરી

મોટી ખાવડીમાં ટાઉનશીપમાં મકાનમાંથી લાખોની માલમતાની ચોરી

તસ્કરો રાત્રિના સમય દરમિયાન રૂા.40000 રોકડા અને રૂા.3 લાખના દાગીના ઉસેડી ગયા : ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં ગ્રીન ટાઉનશીપમાં રહેતાં યુવાનના બંધ રહેલાં મકાનના દરવાજાનો ઈન્ટર લોક અને નકૂચો તોડી કબાટમાંથી રૂા.40,000ની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.3,41,000 ની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં મેઘપર પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.

- Advertisement -

તસ્કરો જામનગર શહેર અને જિલ્લામાં બેખોફ બની ગયા છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. તેમ છતાં તસ્કરો તેનું કાર્ય કરીને જતાં રહે છે. શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધતા જાય છે. તેની સામે પોલીસ દ્વારા ચોરીનો તાત્કાલિક ભેદ ઉકેલવા અથાગ્ પ્રયત્નો કરવામાં આવે છે. દરમિયાન પોલીસની ડિટેકશનની કામગીરી વચ્ચે જામનગર જિલ્લાના મોટીખાવડી ગામમાં આવેલી ખાનગી કંપનીની ગ્રીન ટાઉનશીપ સેકટર નં.23 બ્લોક નં.2 રૂમ નં સી માં પ્રથમ માળે રહેતા રાહુલ જગદીશ ફટાણીયા નામના યુવાનનું તા.29 રાત્રિના નવ વાગ્યાથી તા.30ના સવારે 5 વાગ્યા સુધી બંધ રહેલા મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકીને ઈન્ટરલોક તથા નકૂચો તોડી રૂમાં પ્રવેશ કર્યો હતો.

તસ્કરોએ રૂમમાંથી રહેલા કબાટમાંથી રૂા.40000 ની રોકડ રકમ, રૂા.7000 ની કિંમતના 150 ગ્રામ વજનના ચાંદીના સાંકળા, રૂા.90000 ની કિંમતની સોનાનો હાર, તથા કાનમાં પહેરવાની બે નંગ બુટી સહિત 30 ગ્રામ સોનુ અને રૂા.45000 ની કિંમતનો 15 ગ્રામનો સોનાનો ચેઈન તથા રૂા.75000 ની કિંમતના સોનાનો પેડલ સેટ જેમાં ચેઈન, પેડલ અને બુટી એક જોડી તેમજ સોનાનું પેડલ નંગ તથા કાનમાં પહેરવાની બુટી જોડી એક નંગ રૂા.21000 ની કિંમતના સાત ગ્રામના દાગીના તથા રૂા.30 હજારની કિંમતનું 10 ગ્રામ વજનનું સોનાનું લેડીઝ બે્રસલેટ, રૂા.3000 ની કિંમતની નાકમાં પહેરવાની સોનાની ચૂક, રૂા.15000 ની કિંમતની 5 ગ્રામ વજનની કાનમાં પહેરવાની સોનાની બાલી તથા રૂા.15000 ની કિંમતની પાંચ ગ્રામ વજનની સોનાની વીંટી મળી કુલ રૂા.3,41,000 ની કિંમતની રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ગયા હતાં. પોલીસે આ ચોરી અંગેની જાણ રાહુલ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular