Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરમદદનીશ શ્રમ આયુકત ઈન્ચાર્જની સહી કરી લાખોની ઉચાપાત

મદદનીશ શ્રમ આયુકત ઈન્ચાર્જની સહી કરી લાખોની ઉચાપાત

એસબીઆઇ બેંકના બે ચેક ચોરી કરી ઈન્ચાર્જ મદદનીશ સહિત બે અધિકારીની ખોટી સહી કરી : રૂા.5,40,000 ની ઉચાપાત : પોલીસ દ્વારા આઉટસોર્સ પટાવાળાની શોધખોળ માટે ચક્રો ગતિમાન

- Advertisement -

જામનગર શહેરમાં ડાયમંડ માર્કેટમાં પ્રથમ માળે આવેલી મદદનીશ શ્રમ આયુકતમાં આઉટસોર્સ પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ચેકોમાં ખોટી સહિ કરી બેંકમાંથી રૂપિયા 5,40,000 ની ઉચાપાત કર્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં અંબર સિનેમા પાસે ડાયમંડ માર્કેટમાં પ્રથમ માળે આવેલી મદદનીશ શ્રમ આયુકત કચેરીમાં આઉટસોર્સ તથા પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કિરણ સુરેશ મકવાણા નામના કર્મચારી તેની ફરજ દરમિયાન માર્ચ માસમાં એસબીઆઈ બેંક એકાઉન્ટના ચેક નંબર 394620 અને 394619 નંબરના બન્ને ચેકોની ચોરી કરી ઈન્ચાર્જ મદદનીશ અધિકારી તથા રીનાબેન પઢીયારના નામની બોગસ સહિ કરી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરી બેંકમાંથી રૂા.5,40,000 ઉપાડી લીધા હતાં. આ ઉચાપાત ધ્યાને આવતા મૂળ રાજકોટના અને મદદનીશ શ્રમ આયુકતા ઈન્ચાર્જ આનંદકુમાર કાનજીભાઈ સિહોરા નામના અધિકારીએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ ડી.બી. લાખણોત્રા તથા સ્ટાફે કિરણ મકવાણા નામના કર્મચારી વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular