Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયવિદ્યાર્થીઓ ભવિષ્યના રાષ્ટ્ર નિર્માતા છે : સિબિલ સ્કોર ઓછો હોય તો પણ...

વિદ્યાર્થીઓ ભવિષ્યના રાષ્ટ્ર નિર્માતા છે : સિબિલ સ્કોર ઓછો હોય તો પણ શૈક્ષણિક લોન આપો

કેરળ હાઇકોર્ટે ઠાગાઠૈયા કરતી બેન્કોને લગાવી ફટકાર

- Advertisement -

કેરળ હાઈકોર્ટે તેની એક કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે સિબીલ સ્કોર ઓછો હોય તેમ છતાં કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન આપવા માટે બેન્ક ના ન પાડી શકે. બેન્કોને ફટકાર લગાવતા જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને શિક્ષણ લોન માટેની અરજી પર વિચાર કરતી વખતે બેન્કોને માનવીય દૃષ્ટિકોણ અપનાવવા આગ્રહ કર્યો હતો.

- Advertisement -

એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે વિદ્યાર્થી ભવિષ્યના રાષ્ટ્ર નિર્માતા છે. તેમણે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરવાનું છે. ફક્ત એટલા માટે કે એક વિદ્યાર્થીનો સિબિલ સ્કોર ઓછો છે અને તેણે એજ્યુકેશન લોન માટે અરજી કરી છે, મારું માનવું છે કે આવા વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોન અરજીને બેન્ક દ્વારા નકારવામાં ન આવે.

આ મામલે અરજદાર જે એક વિદ્યાર્થી છે તેણે બે લોન લીધી હતી જેમાં એક લોનના 16,667 રૂ. ચૂકવવાના બાકી હતા. બેન્કે બીજી લોનને એનપીએ કરી દીધી હતી. આ કારણે અરજદારનો સિબીલ સ્કોર નબળો પડી ગયો હતો. અરજદારના વકીલોએ કોર્ટમાં કહ્યું કે જો તેને લોન નહીં મળે તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે. અરજદાર વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલને એક મલ્ટી નેશનલ કંપનીથી નોકરીની ઓફર મળી છે અને તે થોડા સમય બાદ સંપૂર્ણ લોન ચૂકવવામાં સક્ષમ બની જશે. ત્યારબાદ હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અરજદારની તરફેણમાં આપ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular