જામનગર શહેરના રડાર રોડ, ગોકુલનગર પાસે રહેતા ભરત કરમશી ચાવડાએ અંગત જરુરીયાત માટે રૂા. 8,00,000 સંબંધ દાવે લાલ બંગલા પાસે આવેલ ઓફિસ ધરાવતા યુવરાજસિંહ જાડેજા પાસેથી મેળવેલ હતી. જે રકની ચૂકવણી કરવા ભરત ચાવડાએ ધી કો.ઓપ. બેંક ઓફ રાજકોટનો રૂા. 8 લાખનો ચેક મુદ્તે પાસ થવાના વિશ્ર્વાસે આપેલ હતો.
જે ચેક બાઉન્સ થતાં યુવરાજસિંહ જાડેજાએ તેમના વકીલ મારફત નોટીસ આપી 15 દિવસમાં નાણા ચૂકવી આપવા સૂચના આપી હતી. જે નોટીસ આરોપીએ સરનામા બદલી નાખેલ હોય, બજવા દીધેલ નહીં અને સમય મર્યાદામાં રકમ નહીં ચૂકવતા યુવરાજસિંહએ જામનગર ચીફ જ્યુ.મેજી. કોર્ટમાં આરોપી ભરત ચાવડા સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલતા દરમિયાન યુવરાજસિંહનું અવસાન થતાં તેમના મોટાપુત્ર પુષ્પરાજસિંહ જાડેજાએ તે ફરિયાદમાં વારસ દરજ્જે જોડાઇ ફરિયાદ આગળ ચલાવેલ હતી.
જે કેસ એડી. ચીફ જ્યુડી. ેજી. આર.બી. ગોસાઇની કોર્ટમાં ચાલી જતાં રિયાદી તરફે કરવામાં આવેલ ધારદાર દલીલ કાયદામાં કરવામાં આવેલ પ્રોવિઝન વગેરે રજુઆત કરતા કોર્ટે ફરિયાદીનો કેસ સાબિત માની આરોપીને બે વર્ષની પૂરેપૂરી સજા તથા ચેકની રકમ રૂા. 8 લાખનો દંડ તથા આ રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કરેલ છે. ફરિયાદી તરફે વકીલ અશોક ગાંધી રોકાયા હતાં.