જામનગર શહેરના મહારાજા સોસાયટી વિસ્તારમાં ગત રાત્રિના સમયે પ્રૌઢ ઉપર 8 થી 10 જેટલા શખ્સોએ હુમલો કર્યાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરની મહારાજા સોસાયટીમાં રહેતાં હાસમભાઈ કાસમભાઈ કોલીયા નામના પ્રૌઢ ઉપર પાનની દુકાનવાળી શેરીમાં રહેતાં પ્રૌઢના ઘરે મંગળવારે રાત્રિના સમયે આઠ થી દશ જેટલા અજાણ્યા શખ્સોએ કોઇ કારણસર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલ પર પહોંચી જઇ ઘવાયેલા પ્રૌઢના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.