Thursday, October 24, 2024
Homeરાજ્યહાલારમુરીલામાં ખેડૂત યુવાન ઉપર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ

મુરીલામાં ખેડૂત યુવાન ઉપર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ

- Advertisement -

લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતાં ખેડૂત યુવાનના ભેંસો બાંધવાના પ્લોટમાં અવાર-નવાર ડોકા કાઢતા શખ્સને ‘રોજ અમારા પ્લોટમાં શું જોવે છે ? એકવાર અંદર આંટો મારી લે.’ તેમ કહેતા શખ્સે દેશી તમંચા જેવા હથિયારમાંથી ફાયરીંગ કરતા છૂટેલા છરાને કારણે ખેડૂત યુવાનને જીવલેણ ઈજા પહોંચી હતી. આ બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતાં અને ખેતી તથા માલઢોરનો વ્યવસાય કરતાં ખીમાભાઈ મેરામણભાઈ વસરા (ઉ.વ.43) નામના યુવાનનો ભેંસો બાંધવાનો પ્લોટ નારણ પુંજા વસરાના નામના શખ્સના મકાન પાસે આવેલો છે. દરમિયાન મંગળવારે વહેલીસવારના 7 વાગ્યાના અરસામાં ખીમાભાઈ અને તેની પત્ની તથા ઘરના સભ્યો ભેંસ દોવા જતાં હતાં તે દરમિયાન નારણ વસરા નામનો શખ્સ અવાર-નવાર ખીમાના પ્લોટની દિવાલ પાસે ઉભો રહી પ્લોટમાં ડોકા કાઢતો હતો અને મંગળવારે સવારે ખીમાભાઈ તથા તેનો પરિવાર પ્લોટમાં જતો હતો ત્યારે નારણ વસરાને જોઇ જતાં તેણે ‘રોજ અમારા પ્લોટમાં શું જોવે છે ? એકવાર અંદર આંટો મારી લે એટલે તારે રોજ-રોજ જોવા આવવું ન પડે.’ તેવો ઠપકો આપ્યો હતો. ત્યારબાદ ખીમા વસરા તેના ઘર તરફ જતો હતો ત્યારે નારણ પુંજા વસરાએ રસ્તામાં આંતરીને દેશી તમંચા જેવા હથિયાર વડે ખીમાના માથા તરફ ફાયરીંગ કરતાં ખીમાએ હાથ આડો ધરી દેતા હાથમાં તથા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ફાયરીંગથી ઘવાયેલા ખીમાભાઈ મેરામણભાઈ વસરા નામના યુવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એમ.એન.જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઘવાયેલા ખેડૂતના નિવેદનના આધારે નારણ પુંજા વસરા વિરૂધ્ધ આમ્સ એકટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular