જેઠ મહિનામા સુદ પક્ષમાં આવતી અગિયારસને નિર્જળા અગિયારસ અથવા ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. ભીમ અગિયારસને 24 અગિયારસોમાંથી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી જલ્દથી પ્રસન્ન થઈ જાય છે તથા આ વ્રત કરવાથી જીવન સુખમય અને પાપમુકત બને છે. આજે જામનગર શહેરના રામેશ્ર્વર મહાદેવ મંદિર (રામજી મંદિર), રાજપૂત સમાજ, ખંભાળિયા નાકા બહાર પાસે અનાજનું મંડળ તથા 108 કેરીના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. અનાજ મંડળમાં આજુબાજુના વિસ્તારના મહિલાઓ જોડાયા હતાં અને 108 કેરીના મનોરથના દર્શન કરવા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.