જામનગરની મકવાણા સોસાયટીમાંથી 21 નંગ દારૂની બોટલ તથા 80 નંગ ચપટા સહિત રૂા. 30 હજારના મુદ્ામાલ સાથે સીટી-એ પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. તેમજ અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં મકવાણા સોસાયટી, આરબ જમાતખાનાવાળી શેરીમાં રહેતી ફૈઝલ યુનસ પીઠડીયા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં દારુની બોટલનું વેચાણ કરતો હોવાની સીટી-એના પોકો રવિભાઇ શર્મા, ઋષિરાજસિંહ જાડેજા તથા ખોડુભા જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી તથા પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સીટી-એ ના પીઆઈ એને.એ. ચાવડા, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન ફૈઝલ ઉર્ફે બાબુ યુનુસ પીઠડીયા નામના શખ્સને રૂા. 22000ની કિંમતની 21 નંગ દારુની બોટલ, રૂા. 8000ની કિંમતના 80 નંગ વિદેશી દારુના ચપટા સહિત કુલ રૂા. 30000ના મુદ્ામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ અન્ય આરોપી સદામ સફીયાની શોધખોળ હાથ ધરી હતી.