Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર ડિસ્ટ્રીકટ બેંકની સામાન્ય સભા યોજાઈ

જામનગર ડિસ્ટ્રીકટ બેંકની સામાન્ય સભા યોજાઈ

- Advertisement -

હાલારની જાણીતી જામનગર ડીસ્ટ્રીકટ બેન્કની જનરેશન બોર્ડની મીટીંગ ચેરમેન પી.એસ. જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચેરમેન પી.એસ. જાડેજા કે જેઓ બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા કરીને આવ્યા હોવાથી બેંકના તમામ ડાયરેક્ટરો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં બેંકને લગતા જુદા જુદા 35 જેટલા મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ઓફીસર અને બાન્ચ મનેજરોને પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાબાર્ડની સુચનાઓ મુજબ વિવિધ પોલીસીઓ બનાવવામાં આવી હતી. બેંકના વાર્ષિક નફા-નુકસાનનું સરવૈયું મંજુર કરવામાં આવ્યું હતું. બેંકના તમામ કર્મચારીઓને જરૂરી ટ્રેનીંગ આપવા પણ નક્કી કરાયું હતું. આ ઉપરાંત વાર્ષિક સાધારણ સભા બોલાવવા, સભાસદોને ભેટ આપવા તેમજ અન્ય વહીવટી કામગીરીને પણ આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. તમામ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular