Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક કાર પલટી જતા યુવતિનું મૃત્યુ

ખંભાળિયા નજીક કાર પલટી જતા યુવતિનું મૃત્યુ

બાળક સહિત ચાર ઇજાગ્રસ્ત : કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર ગઈકાલે રવિવારે બપોરે એક મોટરકારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે તેમાં સવાર એક યુવતીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા વિજયભાઈ જગદીશભાઈ ચૌહાણ નામના 35 વર્ષના યુવાન તેમના બહેન પૂજાબેન, બનેવી મિતેશકુમાર અને તેમના પુત્ર-પુત્રી તથા તેમના ભાઈ કમલેશભાઈ જગદીશભાઈ ચૌહાણ વિગેરેને સાથે લઈ અને તેમની જી.જે. 03 એમ.એચ. 8949 નંબરની સેલેરિયો મોટરકારમાં રાજકોટથી દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા.

આ પરિવારજનો રવિવારે બપોરે આશરે દોઢેક વાગ્યે ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર લીંબડી જતા માર્ગ પર પહોંચ્યા, ત્યારે સીદસરા ગામના પાટીયા નજીક સામે આવી રહેલી એક ફોચ્ર્યુનર કારને જોઈને કારચાલક કમલેશભાઈએ પોતાની કાર ડાબી બાજુ વાળતાં તેમણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે તેમની સેલેરિયો કાર રોડની એક બાજુ પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં મોટરકારમાં જઈ રહેલા મૂળ નાસિકના અને હાલ રાજકોટમાં રેલ નગર ખાતે રહેતી રોશનીબેન નામદેવભાઈ ભગત નામની 27 વર્ષની યુવતીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે તેણીને ઈમરજન્સી 108 વાહન મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

- Advertisement -

આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા પૂજાબેન, તેમના પતિ મિતેશકુમાર તેમજ બે બાળકો વિગેરેને વધુ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે વિજયભાઈ ચૌહાણની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક એવા તેમના ભાઈ કમલેશભાઈ જગદીશભાઈ સામે આઈ.પી.સી. કલમ 279, 304(અ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular