જામનગર શહેરમાં દુકાનદારને એસઓજી પોલીસ તરીકેની ઓળખ આપી બે લેપટોપની માગણી કરી છેતરપીંડી કરવા અંગે એક શખ્સ વિરુધ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં બેડી રિંગ રોડ, તિરુપતિ પાર્ક-1માં રહેતાં હિતેશભાઇ તેજાભાઇ ચૌહાણ નામના યુવાનને મહેશ જાડેજા નામના શખ્સે ગત તા. 10 મેના રોજ ફરિયાદીને ફોન કરી જામનગર એસઓજી એરફોર્સ શાખામાં પોલીસ કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી બે લેપટોપની માગણી કરી હતી અને ફરિયાદીને અપશબ્દ બોલી ઘરેથી ઉપાડી જઇ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે દુકાનદારે તપાસ કરાવતાં એસઓજીમાં આ નામનો કોઇ પોલીસ કર્મચારી ન હોવાનું જણાતાં આ અંગે હિતેશભાઇ તેજાભાઇ ચૌહાણ દ્વારા સીટી-સી ડિવિઝનમાં મહેશ ચાવડા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી.