Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકાલાવડના ખરેડી ગામે મહાદેવના મંદિરમાંથી ચાંદીની ચોરી

કાલાવડના ખરેડી ગામે મહાદેવના મંદિરમાંથી ચાંદીની ચોરી

રૂા. 52 હજારની ચોરી અંગે ફરિયાદ : પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ

- Advertisement -

કાલાવડ તાલુકાના ખરેડી ગામે આવેલ મહાદેવના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા રૂા. 52000ની કિંમતના ચાંદીની ચોરી કરાયા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે આવેલ મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યાની ઘટના સામે આવતાં ગ્રામજનો અને ભાવિકભક્તોમાં રોષની લાગણી છવાઇ છે. ખરેડી ગામે આવેલ ખરડેશ્ર્વર મહાદેવના મંદિરે ગત તા. 27ના રોજ રાત્રીના દોઢથી અઢી વાગ્યાના અરસા દરમિયાન અજાણ્યા શખ્સો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી શિવલિંગના ફરતે આવેલ ચાંદીના થારૂ તિક્ષ્ણ હથિયાર વડે ઉખેડી અંદાજિત રૂા. 52000ની કિંમતનું બે કિલો ચાંદી ચોરી કરી નાશી ગયા હતાં.

આ અંગે મંદિરના પૂજારી કૌશિકગીરી ઉર્ફે કપિલ મારાજ હેમતગીરી ગોસ્વામી દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ પીએસઆઇ એચ.વી. પટેલ સહિતના સ્ટાફ દ્વારા આ અંગે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular