Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા દ્વારકાના યુવાનને ભડાકે દેવાની ધમકી

ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા દ્વારકાના યુવાનને ભડાકે દેવાની ધમકી

- Advertisement -

દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક નામના 22 વર્ષના યુવાને થોડા સમય પૂર્વે પોતાના મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી ચોક્કસ પ્રકારની એક પોસ્ટ તથા સ્ટોરી શેર કર્યા હતા. આ બનાવનું મનદુ:ખ રાખીને 63536 14806 મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સે તેને ફોન કરીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી 91575 05465 મોબાઈલ નંબર ધરાવતા શખ્સે તેને ફોન કરી અને બંદૂકના ભડાકે દેવાની અને મારી નાખવાની ધમકી આપ્યા બાદ અન્ય એક મોબાઈલ નંબર 63556 59828 નંબર ધરાવતા શખ્સે પણ ફરિયાદી રાણાભા માણેકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 504 તથા 507 મુજબ ગુનો નોંધી, આરોપી શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular