Sunday, December 29, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાની યુવતી સાથે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી

ખંભાળિયાની યુવતી સાથે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી

- Advertisement -

ખંભાળિયા ગામમાં રહેતાં શખ્સે પંથકમાં રહેતી યુવતીને પોતાના ઘરમાં બેસાડવાનું કહી બળજબરીપૂર્વક અવાર-નવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ,ખંભાળિયામાં ધરાનગર વિસ્તારમાં રહેતા નથુ નારણ કાંબરીયા નામના શખ્સ દ્વારા ખંભાળિયા પંથકની એક અપરણિત યુવતીને પોતાના ઘરમાં બેસાડવાની વાત કરી તેણીના ઘરે અવાર-નવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. ફરિયાદી યુવતીને આરોપી નથુ કાંબરીયા દ્વારા લખાણ કરી આપવાનું કહીને આ શખ્સ તેની વાતથી ફરી ગયો હતો. અને તેણે ફરિયાદી યુવતી સાથે સંબંધ રાખવાનું કહેતા તેણીએ ના કહી દીધી હતી. તેમ છતાં પણ આરોપી દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ આચારવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આટલું જ નહીં, આરોપી દ્વારા ફરિયાદી યુવતીને બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 376, 504, 506 (2) વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular