આ અંગેની વિગત મુજબ, ખંભાળિયાના યોગેશ્ર્વરનગર વિસ્તારમાં રહેતા વિરમ સીદા ધારાણી નામના 40 વર્ષના શખ્સને પોલીસે મોબાઈલ ફોનમાં આઈપીએલની ક્રિકેટ ટીમ ઉપર જુગાર રમતા ઝડપી લઇ રૂા. 5,530 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી. ઓખામાં મફતીયા પરા વિસ્તારમાં રહેતા મયુરભા પબુભા સુમણીયા નામના 26 વર્ષના શખ્સને પોલીસે વરલી મટકાનો જૂગાર રમતા ઝડપી લઇ મુદ્દામાલ કબજે કર્યો હતો.